Aarogyatirth
Arogyatirth is an established Ayurveda clinic since 1980. We also provide detoxification through panchakarma.
We provide holistic treatment to all age group people and healing all the health issues/problems/disease with ayurvedic approach.
શું ડાયાબિટીસને રિવર્સ કરી શકાય?
પ્રમેહ
મધુ પ્રમેહ માટે આયુર્વેદમાં ઘણા ઘરેલૂ ઉપચારો છે. દોષોનું પ્રમાણ ઓછું હોય તો આ ઘરેલૂ ઉપચારથી પ્રમેહ ને નિયંત્રિત કરી શકાય છે.એમાંનો એક ઘરેલુ ઉપચાર છે.
निशाकल्कयुतो धात्रीरसों वा माक्षिकान्वितः। આમળાના રસમાં હળદર મેળવી તેમાં ચોખ્ખું મધ ઉમેરીને લેવાથી सर्वमेहजित् મધુમેહ સહિત 20 પ્રકારના પ્રમેહ ને નિયંત્રિત કરી શકાય છે.
હળદર ત્રણ ગ્રામ આમળા પાંચ ગ્રામ મધ દસ ગ્રામ મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ લેવું. એક કલાક કંઈ ખાવું નહીં.
ઘણા ને એમ થાય કે મધ તો ગળ્યું છે તેનાથી સુગર વધે નહીં?
પણ After Digestion એટલે કે મધ પચી ગયા પછી મધુર રસ માંથી કટુરસ એટલે કે તીખા રસમાં રૂપાંતર થાય છે એટલે મધનો વિપાક - કટ્ટુ રસ છે જે સુગરના પાચનમાં મદદ કરે છે.
પરંતુ જેમને શ્યુગર લેવલ આઠથી ઉપર રહેતું હોય કે સુગર 350 - 400 જેટલું હોય, ઇન્સ્યુલિન લેવું પડતું હોય તો પંચકર્મથી શરીર શુદ્ધિ કરણ કરી ઔષધ ઉપચાર કરવામાં આવે તો ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. ઇન્સ્યુલીન લેવાનું પણ બંધ થઈ શકે છે.
આચાર્ય ચરકે મધુમેહ ને અસાધ્ય કહેલ છે એટલે તેને નિયંત્રિત કરી શકાય પણ મટાડી ન શકાય. ફૂડ અને લાઇફ સ્ટાઇલ માં ધ્યાન ન રખાય તો ફરી બ્લડશ્યુગર વધી શકે છે.
....... વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146
ચરબી
અને મધુમેહ ને નિયંત્રિત કરે
કળથીનો યૂષ.
કળથી ને કઠોળ વર્ગમાં ગણવામાં આવે છે.
કળથી ને તેના પ્રમાણથી 18 ગણા પાણીમાં પકવીને તૈયાર કરવામાં આવે છે તેને યૂષ કહેવાય છે.
યોગ રત્નાકર ગ્રંથમાં કળથીના યૂષ વિષે કહેવાયું છે.
कुलत्थयूषो मेदांसि मेहं हन्त्यग्निकृत्सरः।
કળથી નો યૂષ मेदांसि એટલે ચરબી. मेहं એટલે પ્રમેહ ને નિયંત્રિત કરે છે અને અગ્નિ એટલે કે જઠરાગ્નિ સહિત 13 અગ્નિઓને પ્રજ્વલિત કરે છે. પરિણામે મેટાબોલિઝમમાં ધરખમ સુધારો થાય છે.
ટાઈપ ૨ ડાયાબિટીસ ફૂડ અને લાઈફ સ્ટાઈલને કારણે થનારો રોગ છે. આળસ -પ્રમાદ થી શરીર વધે.. ચરબી વધે. ચરબી વધે એટલે ડાયાબિટીસ થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. મધુમેહ ના દર્દી ઓ એ પોતાની દિનચર્યા માં શ્રમ વધારવો જોઈએ. આયુર્વેદ ના આચર્યો તો કહે છે કે મધુમેહ ના દર્દીઓએ ગાયો ના ધણ પાછળ ફરવું. ટૂંક માં ખૂબ ચાલવું.
કળથી એવું કઠોળ છે જે ઓબેસીટી અને ડાયાબિટીસ બંનેમાં ઉપયોગી છે. ઉપરાંત એ પથરી માટે નું ઉત્તમ ઔષધ છે.
આ વિસરાયેલા કઠોળ ને ફરી આપણા ભોજન માં સ્થાન આપીએ...... વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146
શ્વાસ રોગ
અસ્થમા
ની આયુર્વેદિક ચિકિત્સા.
એક જમાનામા બ્રે નામના સાયન્ટિસ્ટ થઈ ગયા. એમણે અસ્થમા ના દર્દીઓ પર રિસર્ચ કર્યું છે. અસ્થમા ના દર્દીઓને HCL- હાઇડ્રોક્લોરિક એસિડ નું મંદ દ્રાવણ બનાવી તેના ટીંપા આપવાના ચાલુ કર્યા અને તેમણે જોયું કે તેનાથી અસ્થમા ના વેગ માં ક્રમશઃ ઘટાડો થવા માંડ્યો .આ ઉલ્લેખ આચાર્ય રણજીયરાયે લખેલા પુસ્તક હસ્તામલક માં છે.
હાઇડ્રોક્લોરિક એસિડ એ એક પાચક સ્ત્રાવ છે તેનાથી જઠરાગ્નિ પ્રબળ બને છે.
આયુર્વેદમાં પણ શ્વાસરોગને आमाशयसमुद्रभव એટલે કે હોજરીમાં પેદા થનાર રોગ કહ્યો છે. કફ -પિત્ત વગેરેથી આવૃત થયેલ અગ્નિના આવરણને હટાવીને પ્રજ્વલિત કરવો, વધારવો એ એની મૂળગામી ચિકિત્સા છે.
દોષોનું જોર ઓછું હોય તો સામાન્ય ઘરેલૂ ઉપચારથી શ્વાસ રોગને નિયંત્રિત કરી શકાય છે , પરંતુ જો દોષો વધારે ઉત્કલેશિત થયેલા હોય તો તેને શરીરમાંથી બહાર કાઢી નાખવા એ જ એનો ઉપચાર છે.
આયુર્વેદના આચાર્યો કહે છે, तमके तु विरेचनम्। શ્વાસ રોગનો એક પ્રકાર તમક શ્વાસ છે , એમાં પંચકર્મની એક ચિકિત્સા વિરેચન કરાવવાથી શ્વાસ રોગને ઝડપ થી કાબુમાં કરી શકાય છે. પંચકર્મ એ સાજા થવા માટેનો શોર્ટકટ છે.
શ્વાસ રોગમાં માત્ર ફેફસા નહીં, હોજરીની સારવાર પહેલા થવી જોઈએ.
વધુ રીલમાં ...
......વૈદ્ય પ્રવીણ હીરપરા.
પંચકર્મ કન્સલ્ટન્ટ
Online consultation available
For appointment call 8320519146
30/04/2026
હવે પેટની સમસ્યાઓને કહો અલવિદા 👋🌿
સહજ હીમેજા ચૂર્ણ – એક વિશ્વસનીય આયુર્વેદિક ઉપાય
જે તમારા પાચનને કુદરતી રીતે મજબૂત બનાવે છે 💚
✨ કબજિયાતમાંથી રાહત
✨ એસિડિટી અને ગેસમાં નિયંત્રણ
✨ વારંવાર આવતા ઓડકારમાં ફાયદો
✨ પાચન શક્તિમાં વધારો કરે
✨ 100% આયુર્વેદિક અને સલામત
નિયમિત ઉપયોગથી તમે અનુભવશો હળવાશ, ઊર્જા અને સ્વસ્થતા 💫
🚚 ઘર સુધી ડિલિવરી ઉપલબ્ધ
📞 હમણાં જ ઓર્ડર કરો: 8320519146
[Aarogyatirth, himeja churna, ayurvedic digestive powder, digestion improvement, gut health support, natural acidity relief, constipation remedy, herbal digestion formula, ayurvedic gut care, bloating relief, stomach health, herbal wellness product]
વજન વધારવાનો
કલાસિકલ ઉપાય
अचिन्त्या हर्षणेन धुवं सन्तर्पेण च।
स्वपन प्रसंगात्
ખાન પાન અને ઔષધો શરીરને પુષ્ટ કરે તેવા હોવા જોઈએ. પરંતુ જીવનશૈલી અને મનની સ્થતિ પણ શરીરને સંતર્પિત કરે, તુષ્ટ કરે, પુષ્ટ કરે તેવા હોવા જોઈએ
જેમ કે
अचिन्त्य : ...No worry
ઘણી વ્યક્તિઓ પૈસે ટકે સુખી હોય, ખાધે પીધે સુખી હોય, સુખ સગવડતા બધું હોય. છતાં કંઈ કારણ વગરની ચિંતા કર્યા કરતા હોય તો તેમના શરીરમાં વાયુ વિષમ બને છે અને ધાતુઓને ખાસ કરીને માંસ ધાતુ અને મેદ ધાતુ ને શોષી લે છે.
हर्षणेन.... Be happy
તાવ તણાવ થી મુક્ત થઈ ખુશ મિજાજમાં રહેવું, હસતા રહેવું, હસાવતા રહેવું તેનાથી શરીરની માંસ પેશીઓ અને ચરબી નું प्रीणन એટલે કે પુષ્ટી થાય છે.
स्वपनप्रसंगात् - More sleep
જેમને કફ અને ચરબી વધારે હોય તેમને દિવસે સુવાની મનાઈ કરે છે આયુર્વેદ.
પણ જેઓ પાતળા છે સુકલકડી છે, તેમણે તો દિવસે ભરપૂર ઊંઘ લેવી. તેનાથી धुवम् એટલે કે ઝડપ થી શરીર પુષ્ટ થાય છે.
.....વૈદ્ય પ્રવીણ હીરપરા
Online consultation available
For appointment call 8320519146
ચરબી ના થર નું
સ્ક્રેપિંગ કરે છે... જવ.
વજન ઘટાડો
અભિયાન ભાગ..૧૯
જવ
જવને ઋષિ ધાન્ય કહે છે. ઋષિમુનિઓ આ ધાન્ય.. આ અનાજનો વધારે ઉપયોગ કરતા.
स्थैराग्नि मेघा बल वर्ण कृत्। જવ પાચન થી માંડી ને સંપૂર્ણ મેટાબોલિઝમને સંતુલિત કરે છે. મેધા એટલે કે ગ્રાસ્પીંગ પાવર વધારે છે અને બળ એટલે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. વર્ણ એટલે કોમ્પ્લેક્સન એટલે કે ચામડીનો રંગ તેજસ્વી , ગૌર બનાવે છે .
આ ઉપરાંત..
स्थूलविलेखनम्
શરીર માં જામેલા ચરબીના થર નુ સ્ક્રેપીગ કરે છે, ખોતરી કાઢે છે. मेहापहृत् જેમને બ્લડ સુગર વધારે હોય તેમને પણ ફાયદો કરે છે. એવું એક જમાનામાં પ્રસિદ્ધ વૈદ્યરાજ શૉઢલ તેમના ગ્રંથમાં જણાવે છે..
આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે જે ઔષધ કે ખોરાકમાં गुरू અને रुक्ष ગુણ હોય તે વધારેમાં વધારે मेदह्रास એટલે કે ચરબીને ઘટાડે છે. ગુરુ ગુણથી પેટ ભરેલું લાગે છે એટલે ભૂખનુ craving નથી રહેતું. રુક્ષ ગુણ ચરબી નું વિઘટન કરે છે જવમાં અતિરુક્ષ ગુણ છે. આમ જવ માં ગુરુ..રુક્ષ બંને ગુણ નો સમન્વય છે.
એકલા જવની રોટલી ન ભાવે તો તેમાં ઘઉં પણ મિક્સ કરી શકાય . કેટલાક પ્રદેશમાં આને બેરડ કહે છે. મધુપ્રમેહ ના દરદીઓ ની શુગર આનાથી નિયંત્રિત રહે છે.
.......વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146
તબિયત સારી
રાખતુ શ્રેષ્ઠ ઔષધ.
શ્રેષ્ઠ રસાયન કયું?
હરડે?
ના
શતાવરી?
ના
અશ્વગંધા ?
ના.
તો પછી કયું રસાયન શ્રેષ્ઠ?
ત્યારે આચાર્ય ચરક કહે છે.. આચરણ.
સદ્ વિચાર પણ નહીં
પણ સદ્ આચરણ.. તમારું વર્તન ...તમારુ Behavior.
આ છે સદ્ આચરણ.
सत्यवादिन: સત્યને વળગી રહેવું. अहिंसा બીજાના હૃદયને દુઃખ પહોંચે એવી વાણી, એવું વર્તન. अक्रोध.. ગમે તેવી ઉશ્કેરણી હોય પણ પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવું. अनायासम् વધારે પડતો શારીરિક અને માનસિક શ્રમ, વધારે પડતા વિચારો, વધારે પડતી ચિંતા ,प्रियवादिनम् - સોફ્ટ સ્પીકિંગ. સામેની વ્યક્તિને ગમે તેવી પ્રિય વાણી. दानित्यम् - બીજાને માટે કંઈક કરવું. .......गुरूवृद्धाचने: ગાય,બ્રાહ્મણ, ગુરુજનો વૃદ્ધો ,વડીલોને રિસ્પેક્ટ આપવું.. .
આ બધું આચરણ માં મૂકીએ તો શું થાય?
તેનાથી Happy hormone સંતુલિત થાય છે. જેમ કે ડોપામાઈન ,સેરોટોનિન, ઓકિસટોસીન, એન્ડોરફીન .આ બધા ખુશીના અંતઃસ્ત્રાવો છે .
આયુર્વેદ કહે છે કે हर्ष प्रिणनानाम् श्रेष्ठ :। એટલે કે ખુશી પ્રસન્નતા, શારીરિક...માનસિક સ્વાસ્થ્યને વધારે છે
એટલે સુખી રહેવું હોય ,સ્વસ્થ રહેવું હોય તો હસતા રહો, હસાવતા રહો કોઈની વાણી,કોઈનું વર્તન યોગ્ય ન લાગતું હોય તો હસી કાઢો..
...વૈદ્ય પ્રવીણ હીરપરા
Online consultation available
For appointment call 8320519146
દ્રાક્ષ
શાની સાથે ન ખાવી?
ગ્રીષ્મ ચર્ચા
ભાગ-૨
આજકાલ એક સમસ્યા વધારે જોવા મળે છે...
અને એ છે તરસ.
ઘણી વ્યક્તિઓને તાળવું, ગળું, જીભ સુકાય છે અને જીભ ચોંટી જાય છે અને એમાં પણ ખાસ કરીને રાત્રે સૂતી વખતે આ સમસ્યાને કારણે એમને ઊંઘ માંથી બેઠા થઈને પાણી પીવું પડે છે.
આવી વ્યક્તિઓ માટે દ્રાક્ષનો ઉપચાર સારો છે દ્રાક્ષને...तृष्णा
दाह क्षयापहा l એટલે
કે દ્રાક્ષ તરસ છીપાવે છે, બળતરા ..દાહ મટાડે છે અને રક્ત વગેરે ધાતુઓની ઉણપ ની પૂર્તિ કરે છે એટલે કે હિમોગ્લોબિન વગેરે ઓછું રહેતું હોય તેમના માટે પણ ફાયદાકારક છે.
જેમનો અવાજ વારે વારે બેસી જતો હોય કે જેમને અવાજ સારો કરવો હોય, જેમને ક્યાંય થી પણ બ્લીડીંગ થતું હોય, પેટ સાફ ન રહેતું હોય, શ્વાસ દમની તકલીફ હોય તેવી વ્યક્તિઓએ પાકેલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ રોજ ખાવી જોઈએ.
*દ્રાક્ષ આટલી સારી હોવા છતાં જો તેને દૂધ સાથે લેવામાં આવે તો શરીરમાં વિષાક્ત અસરો પેદા થાય છે.
*ખાટી દ્રાક્ષ વધારે ખાવામાં આવે તો શરીરમાં પિત્ત વધી જતાં રક્તસ્ત્રાવ વધે છે.
.........વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available.
For appointment Call 8320519146
ખાવાનો સોડા
કોણ ન લઈ શકે?
ગ્રીષ્મ ચર્યા
ભાગ -૧
ગરમીની ઋતુમાં થતી પેશાબની બળતરા કે દુખાવાની સમસ્યા હોય , બ્લોટીંગ એટલે કે ગેસ થી પેટ ફૂલી જવું. गुल्म: Abdominal lump, પેટની ચરબી, કરમીયા ની તકલીફ હોય તો તેમાં ખાવાના સોડા નો ઉપચાર કરવાથી શીઘ્ર એટલે કે તત્કાળ રાહત પહોંચે છે.
गुल्मोध्मान कृमीन् हन्ति मेदोजठर नाशिनी ।
આપણે ત્યાં ગાંઠિયા, ફાફડા કે બીજા ફરસાણમાં ખાવાના સોડા નો ઉપયોગ થાય છે .તેલમાં તળાતા હોવાને કારણે એ પચવામાં ભારે થઈ જાય છે પણ ખાવાના સોડાને કારણે તે સરળતાથી પચી જાય છે.- કારણ કે स्वर्जिकाक्षारोग्नि सन्नीभ: ખાવાનો સોડા અગ્નિ જેવા ગુણો ધરાવે છે.
આમ છતાં
ખાવાનો સોડા આટલો ઉપયોગી હોવા છતાં કોઈને ક્યાંયથી પણ બ્લીડિંગ થતું હોય તો ન લેવાય , એ ઉપરાંત નાના બાળકોએ, ગર્ભવતી સ્ત્રીઓએ કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધુ માત્રામાં કે લાંબા સમય સુધી ખાવાનો સોડા નો ઉપયોગ ન કરવો. જેમને શુક્રાલ્પતા એટલે કે સ્પર્મની સંખ્યા ઓછી હોય, નાની ઉંમરે વાળ ધોળા થતાં હોય, વાળ ખરતાં હોય,તેમને માટે કોઈ પણ ક્ષાર ની જેમ ખાવાનો સોડા પણ સમસ્યાને વધારી શકે છે.
.... વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146
ગરમ પાણી સાથે મધ લેવાય?
ઘણાં લોકો ચરબી ઘટાડવા મધ સાથે ગરમ પાણી લે છે. પરંતુ આયુર્વેદ કહે છે ગરમ પાણી સાથે મધ લેવાથી એક પ્રકારનું ધીમુવિષ શરીર માં સંચિત ( જમા) થાય છે. જે લાંબા સમયે શરીર ને નુકશાન કરે છે.
ખોટી રીતે પ્રચલિત થયેલા આ ઉપચાર માટે એક શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ કરીએ છીએ.
शीतीभूतम् तथोष्णाम्बु मेदोहृत क्षौद़ संयुतम् ।
-યોગ રત્નાકર.
ऊष्णाम्बु ગરમ પાણી ને शीतीभूतं ઠંડુ કરીને क्षौद़ संयुतम् મધ સાથે લેવાથી ચરબીમાં ઘટાડો થાય છે.
નોંધ : ગરમ પાણી સાથે નહિ પણ ગરમ કરી ને ઠંડા પાડેલા પાણી સાથે મધ લઈ શકાય.
વૈદ્ય પ્રવીણ હીરપરા.
9879408321
મોટુ પેટ
પેટની ચરબી ઘટાડવાનો ઉપાય.
વજન ઘટાડો અભિયાન
ભાગ 18
આંતરડાની આજુબાજુ કે ઉપર ચરબી નો સંચય થાય છે. તેને કારણે પેટ મોટું દેખાય છે, ગોળ મટોળ દેખાય છે .આ ચરબીને Visceral fat કહે છે .આ ફેટને કારણે પેટની અંદર રહેલા અવયવો ની કાર્યક્ષમતા ઘટે છે. પરિણામે ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે સમસ્યાઓ વધે છે.
કસરત નો અભાવ અને પચાવવાની ક્ષમતા કરતા વધારે પડતો ખાધેલો ખોરાક ચરબીમાં રૂપાંતર થાય છે. જે પેટને મોટું બનાવે છે.
આપણે ત્યાં કહેવત છે કે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે.
લોકો એટલા આરામ પ્રિય હોય છે કે તે જમીને તરત સોફા પર બેસીને ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે અથવા ગપાટા ગપ્પા મારે છે.
આયુર્વેદમાં મહર્ષિયો કહે છે,
भूवत्वोपविशं तस्तुन्दं
એટલે કે જમીને તરત જ જે વ્યક્તિ બેસી જાય છે તેની तुन्द એટલે કે ફાંદ વધે છે.
भुवत्वा शतपदं
જમીને તરત બેસી ન રહેતા शतपदं એટલે કે ૧૦૦ પગલા ઓછામાં ઓછું ચાલવું જોઈએ. જેનાથી ખાધેલા ખોરાક માં પાચક સ્ત્રાવ ભળતા अन्नसंघात शैथिल्य ખોરાક ઢીલો થાય છે, પરિણામે ગરદન, ઢીંચણ અને કમરને ग्रीवा जानु कटी सुखम् પર્યાપ્ત પોષણ મળે છે.
પેટમાં ભરાયેલો વાયુ પેટમાં જમા થયેલી ચરબીના વિઘટન માટે જુઓ પ્રસ્તુત રીલ -
......વૈદ્ય પ્રવીણ હીરપરા
Online consultation available.
For appointment Call 8320519146
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
A18, Capital, Ashram Road Nr. Nehru Bridge
Ahmedabad
380009
