Patanjali Shop
Patañjali is a Sanskrit proper name. Several important Sanskrit works are ascribed to one or more authors of this name
શરીરના દરેક સાંધા અને હાડકાંના દુઃખાવા માટે, અજમાવો આ નુસખા
આર્થારાઇટિસ કોઇ એક બીમારી નથી પરંતુ આ બીમારી 100 અલગ-અલગ સ્વરૂપે થાય છે. આ વિવિધ બીમારીઓનું સામુહિક નામ છે. આ બીમારી પહેલાં સાંધાઓના દુખાવાથી શરૂ થાય છે, પછી ધીરે-ધીરે શરીરના બીજા ભાગો પણ પ્રભાવિત થાય છે. આ બીમારી મોટાભાગે શરીરના જોઇન્ટ્સમાં મળી આવતી કાર્ટિલેજના ફાટવાથી કે પછી સોજા આવવાથી થાય છે. લોકોને આ બીમારીને લઇને એવો ભ્રમ હોય છે કે, આર્થારાઇટિસ માત્ર વૃદ્ધ લોકોને જ થાય છે. આ બીમારી કોઇપણ ઉમરમાં કે પછી બાળકોમાં પણ થઇ શકે છે.
આર્થારાઇટિસનું કારણ-આર્થારાઇટિસ થવાનું કારણ- વારસાગત લક્ષ્ણ, ઇન્ફેક્શન, સાંધાઓમાં દ્રવ્ય પદાર્થોની ઉણપ અને ઓટોઇમ્યૂનિટિ, જેમાં રોગોથી લડવાની ક્ષમતા ખત્મ થઇ જાય છે.
આર્થારાઇટિસના લક્ષ્ણ
- જો તમને સાંધાઓમાં સોજા આવવા કે બળતરાને કારણે આર્થારાઇટિસ છે તો તેમાં તમને સોજો આવવો, લાલ થઇ જવું અને ગરમીનો અનુભવ જેવા લક્ષણો દેખાય શકે છે.
rheumatoid arthritis માં શરીરના બાકીના ભાગો પણ પ્રભાવિત થાય છે. તેના લક્ષ્ણ છે- તાવ આવવો, વજન ઓછુ થવું, થાક લાગવો, હાથનો ઉપયોગ કરવામાં તકલીફ થવી સાથે જ ચાલવામાં તથા સુવામાં તકલીફનો અનુભવ કરવો.
-કેળાના સેવનથી દૂર થાય છે આર્થરાઇટિસ
જો તમને ગઠિયા અથવા સાંધામાં દુખાવો છે તો રોજ કેળાનું સેવન કરવું. કેળામાં એન્ટી-ફ્લેમેટરી ગુણ હોય છે. જે બળતરા અને સોજામાં રાહત આપે છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, આર્થારાઇટિસના દર્દીઓને પોટેશિયમ, વિટામિન બી કોમ્પલેક્ષ અને બીજા વિટામિન્સને પોતાના ટાયડમાં જરૂર સામેલ કરવા જોઇએ. આ વિટામિન્સ એન્ટ-ઓક્સિડેન્ટની જેમ કામ કરે છે જે બળતરા અને સોજાને દૂર કરશે.
આર્થારાઇટિસને દૂર કરવા માટે કેળા ઉપરાંત થોડા બીજા બદલાવ પણ કરવા જરૂરી છે.
1-લસણ અને આદુનો વધારે ઉપયોગ કરવો-
- જો તમે આર્થારાઇટિસને દૂર ભગાવવા ઇચ્છો છો તો તમે તમારી ડાયટમાં લસણ અને ડુંગળીની માત્રાને વધારી દેવી. તેની સાથે આદુને મિક્ષ પણ કરી શકો છો. થોડું આદુ રોજ ચાવવાથી સાંધાના દુખાવામાં તમને ચોક્કસ ફાયદો થશે. તાજુ લીલું મરચુ લઇને સિમલા મરચાથી લઇને દરેક પ્રકારના મરચા ખાવાની આદત પાડી દેવી. આ ઉપરાંત લવિંગ અને એલચીનું સેવન પણ આર્થારાઇટિસ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
2- ઘઉની જગ્યાએ જુવારની રોટલી ખાવી
રોટલીમાં જુવાર, નચની, રાગી અને બાજરાની રોટલી ખાવી. આર્થારાઇટિસને દૂર કરવા માટે આ અનાજ ઘણા જ ફાયદાકારક રહેશે. આ સારા પોષાક તત્વ છે જે ખૂબ જ સરળતાથી કોઇપણ તકલીફને દૂર કરી શકે છે.
3- ડ્રાઇ ફૂડ્સને સામેલ કરવા
નટ્સ અને બીજ જેવા કે અકરોટ, કાજૂ, પિસ્તા, સૂરજમુખીના બી, સીસમ બીજ અને અળસીના બીજને પોતાની ડાયટમાં સામેલ કરવાં. ભોજન શુદ્ધ ઓલિવ ઓયલમાં પકાવવું અને પોતાની રોટલીમાં ઘી લગાવવું ન ભૂલવું. જો તમને ઘી ભાવતું ન હોય તો નારિયેળનું સેવન કરી શકો છો. આ માત્ર સાંધાઓમાં ચિકાશ પેદા કરે છે સાથે જ બીજા વિટામિન્સ અને પોષક તત્વોને અબ્ઝોર્બ પણ કરે છે.
4- ડેરી પ્રોડક્ટ્સથી દૂર રહેવું
બની શકે તેટલું ટમાટરસ લીંબૂ, આંબળા, આંબલી, ડેરી પ્રોડક્ટ્સ અને ઘઉનું સેવન કરવાથી બચવું. તેના સેવનથી સાંધાઓનાં દુખાવો વધી શકે છે. છતાં પણ તમને તમારી ડાયટમાંથી તેમને દૂર કરવામાં વિટામિન્સથી થોડી ઉણપ થઇ શકે છે. આ માટે જામફળનું નિયમિત સેવન કરવાનું રાખવું. જેનાથી તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ પણ ન થઇ શકે અને સાથે જ બળતરા અને સોજાઓથી પણ તમને રાહત મળશે.
5- મેંદો અને ખાંડનો ત્યાગ કરવો
જો તમને સાંધાઓમાં દુખાવો છે તો મેંદો, ખાંડ અને મીઠાનું સેવન તમારે ઓછુ કરવું પડશે. સફેદ ખાંડની જગ્યાએ તમને નેચરલ શુગર સોર્સ જેવા ફૂટ્સ ખાઇ શકો છો. આ જ રીતે મીઠાની જગ્યાએ રોક સોલ્ટ અથવા સી-સોલ્ટનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રકારના મીઠામાં થોડા વધારે મિનરલ્સ હોય છે. જે સાધારણ મીઠામાં જોવા મળતા નથી.
6- વિટામિન બી 12 કોમ્પ્લેક્સ ખૂબ જ જરૂરી છે.
હેલ્દી ડાયટની સાથે તમારે વિટામિન બી-12 અને વિટામિન ડી 3 લેવલને સામાન્ય રાખવા માટે તમે તેના સપ્લીમેન્ટ્સ પણ લઇ શકો છો. પરંતુ આ માટે પહેલાં તમે પોતાના ડોક્ટર્સ અથવા ફિઝીશિયનથી સલાહ લેવાની પણ જરૂર છે.
આર્થારાઇટિસના 6 ચેતવણી સંકેત
1-સાંધાઓમાં જકડાઇ જવાનો અનુભવ થવો
જો સવારે ઉઠતાની સાથે જ તમને સાંધામાં જકડામણનો અનુભવ થાય અને જો તે સતત અડધા કલાક કે પછી કલાક માટે તમને થાય તો સમજી જવુ કે તમને આર્થારાઇટિસ હોઇ શકે છે. તેની પ્રારંભની સ્થિતિમાં તમે સવારના જ જકડામણનો અનુભવ થશે ત્યાર પછી રોજીંદા કાર્યો શરૂ થતાની સાથે જ એ જકડામણ દૂર થઇ જશે. જેમ-જેમ આ બીમારી જુની થઇ જાય છે તેની સાથે જ દુખાવો અને જકડામણ વધતું જાય છે.
2- હળવો દુખાવો અને સાંધાઓમાં સોજા
બળતરા એ આર્થારાઇટિસનું મુખ્ય લક્ષણ છે. જેમ-જેમ બળતરા ઓછી થતી જાય છે. સાંધાઓના સોજા ઓછા થતા જાય છે, કારણ કે આર્થારાઇટિસની બળતરા શરીરની ડિફેન્સ સિસ્ટમ સાંધાના ટિશ્યૂને નબળા કરી દે છે. જેનાથી સાંધાઓમાં જકડામણ અને સોજાઓ આવી જાય છે.
3-સ્પર્શ કરવાથી પણ દુખાવો થવો
બળતરા અને સોજાને કારણે પ્રભાવિત સાંધાઓમાં દુખાવો થવા લાગે છે. આ દુખાવો ક્યારેય ખૂબ જ દુખદાયી પણ હોય છે. મોટાભાગે સાંધાઓમાં સોજા આવવાથી તે ખૂબ જ સેન્સેટિવ બની જાય છે અને તેને અડવા પર પણ દુખાવો શરૂ થઇ જાય છે.
4- શીરરનું હલન-ચલન ઓછું થઇ જવું
શરીરના દરેક જોઇન્ટને જરૂરિયાત પ્રમાણે મુવ કરવા પડે છે. જેને કારણે આપણે રોજીંદા કામોને પૂરા કરી શકીએ છીએ. આર્થારાઇટિસની પ્રારંભિક અવસ્થામાં આ સાંધાઓની મૂવમેન્ટ ઓછી થઇ જાય છે. અકળામણ અને સોજાને કારણે તેમાં કોઇ પણ પ્રકારની મૂવમેન્ટ થઇ શકતી નથી.
5- જલ્દી થાક લાગવો
સાધારણ સ્વરૂપે માંશપેશિઓમાં થાક અથવા દુખાવાને કારણે આખા શરીરમાં થાકનો અનુભવ થાય છે. પરંતુ આર્થારાઇટિસના સંકેતોમાં થાકનો ખૂબ જ જલ્દી જ અનુભવ થાય છે. બાકીના બધા સંકેતો જેવા કે સોજા આવવા, દુખાવો થવો, શરીરનું ઓછુ હલન-ચલન થવું વગેરે આર્થારાઇટિસના પ્રથમ લક્ષણ છે.
6- સુન્ન થઇ જવું
જો તમને સાંધામાં સુન્નપણુ લાગે કે પગના સાંધામાં ખાલી ચડી જાય ત્યારે આર્થરાઇટિસ થવાનો સંકેત હોઈ શકે છે. આર્થારાઇટિસ ઇંફ્લેમેશનથી સાંધાઓમાં મળી આવતા કાર્ટિલેજ નબળા પડી જાય છે, તેના પરિણામ સ્વરૂપે સાંધાઓમાં ક્રેકિંગ સાઉન્ડ આવવા લાગે છે.
કેવી રીતે ઓળખવું કે તમને સામાન્ય દુખાવો છે કે આર્થારાઇટિસ
માંસપેશિઓ અને સાંધાઓમાં દુખાવો થવો સ્વાભાવિક છે, ક્યારેક-ક્યારેક વધારે કસરત કરવાથી પણ માંસપેશિઓમાં દુખાવો થવા લાગે છે. આ અવસ્થામાં કેવી રીતે જાણવું કે તમને સામાન્ય દુખાવો છે કે આર્થારાઇટિસ. ચાલો જાણીએ-
1-જો તમને સતત એક સપ્તાહથી વધારે દુખાવો થતો હોય
2- જો તમને સાંધાઓમાં ભયંકર દુખાવાથી તાવ આવી જાય
3- જો સાંધાઓના દુખાવાને કારણે તમનો રોજીંદા કામોમાં તકલીફ થવા લાગે
4- પેનકિલરનું સેવન કરવાથી પણ દુખાવો દૂર ન થાય તો
5- સાંધાઓમાં સોજા અને જકડામણ થવી
આ પ્રકારની બધી જ અવસ્થાઓમાં તમારે તરત જ ડોક્ટરની પાસે જવાની જરૂર છે.
20/11/2014
દ્રાક્ષની વિવિધતાઓ અને ઉપયોગિતા
વિશ્વમાં ઉત્પન્ન કરવામાં આવતાં ફળોમાં દ્રાક્ષ સૌથી મોખરે છે. વિશ્વમાં ૭૫,૦૦૦ ચોરસ કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવે છે.
દ્રાક્ષના ઉપયોગો: દ્રાક્ષ તાજા ફળ તરીકે, જ્યુસ તરીકે, સૂકવેલી દ્રાક્ષ તરીકે અને વાઇન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વિભિન્ન ઉપયોગો માટે દ્રાક્ષની વિભિન્ન જાતિઓનો ઉપયોગ થાય છે. વાઇન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી દ્રાક્ષની ત્વચા જાડી હોય છે અને તે વધારે મીઠી હોય છે. વાઇન ઉત્પાદન કરતી દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ ૨૪ ટકા જેટલું હોય છે અને તેમાં અનેક સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો સમાયેલાં હોય છે. ખાવામાં લેવાતી દ્રાક્ષની ત્વચા પાતળી હોય છે અને તેમાં સુગરની માત્રા ૧૫ ટકા જેટલી હોય છે. બીજ નહીં હોવાના કારણે તથા પાતળી ત્વચાના કારણે તેમાં અમુક સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો ઓછાં હોય છે.
સફરજન અથવા નારંગીની સરખામણીમાં દ્રાક્ષની જાતિઓ ઓછી છે. દ્રાક્ષની જાતિનો મુખ્ય સ્ત્રોત મધ્ય એશિયા અને દક્ષિણ યુરોપ છે. આ સિવાય ચાર જાતિઓ અમેરિકા અથવા એશિયાની છે. દ્રાક્ષ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. આ રંગોમાં લીલી, કાળી અને ઘેરી વાદળી મુખ્ય છે. આ સિવાય દ્રાક્ષ ગુલાબી, ઓરેન્જ અને લાલ રંગની પણ મળતી હોય છે. જીનેટિક રૂપાંતરણના કારણે વિવિધ રંગની દ્રાક્ષ મળતી હોય છે.
દ્રાક્ષનું ઉત્પાદન: વિશ્વમાં ઉત્પન્ન કરવામાં આવતાં ફળોમાં દ્રાક્ષ સૌથી મોખરે છે. વિશ્વમાં ૭૫૦૦૦ ચોરસ કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલું જ નહીં દરવર્ષે દ્રાક્ષ ઉત્પાદન કરતા વિસ્તારમાં બે ટકા જેટલી વૃધ્ધિ થતી જોવા મળી છે. મોટાભાગની દ્રાક્ષનું ઉત્પાદન તેમાંથી વાઇન બનાવવા માટે કરવામાં આવતું હોય છે. વિશ્વમાં ઉત્પન્ન થતી કુલ દ્રાક્ષનો ૭૦ ટકાથી પણ વધારે હિસ્સો વાઇન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સરખામણીમાં ૨૭ ટકા જેટલી દ્રાક્ષ એક તાજા ફળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કુલ ઉત્પાદનનો બે ટકા હિસ્સો દ્રાક્ષને સૂકવીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. દ્રાક્ષ ઉત્પાદનનો અમુક હિસ્સો તેમાંથી જ્યુસ બનાવી ગ્રેપજ્યુસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
દ્રાક્ષ ઉત્પાદન કરતા દેશો: દ્રાક્ષ ઉત્પાદન કરતા દેશોમાં ચીન સૌથી મોખરે છે. ચીનમાં દરવર્ષે આશરે એક કરોડ મેટ્રીક ટન જેટલી દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવે છે. ચીન પછી સૌથી વધારે દ્રાક્ષ ઉત્પન્ન કરતા દેશોમાં અમેરીકા, ઈટલી, ફ્રાન્સ અને સ્પેનનો આવે છે. દ્રાક્ષ ઉત્પાદન કરતા બીજા ટોચના દેશોમાં તુર્કી, ચીલી, આર્જેન્ટિના, ઈરાન અને દક્ષિણ આફ્રિકાની ગણના કરવામાં આવે છે. દ્રાક્ષમાંથી વિશ્વમાં સૌથી વધારે વાઇન બનાવનાર દેશોમાં સ્પેનનો વારો આવે છે. બીજા વાઇન ઉત્પાદન કરતા દેશોમાં ફ્રાન્સ, ઈટલી, તુર્કી, અમેરિકા અને ઈરાન ટોચ ઉપર ગણાય છે. આ સિવાય રુમાનિઆ, પોર્ટુગલ, આર્જેન્ટિના, ચિલી, ઓસ્ટ્રેલિયા અને આર્મેનિયા વાઇન ઉત્પાદન કરતા દેશો છે.
દ્રાક્ષના પ્રકારો: વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવતી દ્રાક્ષની જાતિનું નામ સુલ્તાના અથવા થોમ્પસન સીડલેસ છે. સુલ્તાના પછી બીજી અગત્યની જાતિનું નામ એઇરેન છે. આ સિવાય કેબરનેટ અને મેરલોટ જાતિ પણ લોકપ્રિય છે.
સીડલેસ દ્રાક્ષ: બીજ વગરની દ્રાક્ષને સીડલેસ દ્રાક્ષ કહેવામાં આવે છે. હાલમાં ખાવામાં ઉપયોગમાં લેવાતી દ્રાક્ષમાં સીડલેસ દ્રાક્ષ મુખ્ય છે. જીનેટીક રૂપાંતરણ દ્વારા દ્રાક્ષને સીડલેસ દ્રાક્ષ બનાવવામાં આવે છે. સીડલેસ દ્રાક્ષનો મુખ્ય સ્ત્રોત થોમ્પસન સીડલેસ દ્રાક્ષ છે. આના સિવાય રશિયન સીડલેસ અને બલેક મોનુક્કા જાતિનો પણ સીડલેસ દ્રાક્ષ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. આ ત્રણ મુખ્ય જાતિઓ ઉપરાંત બીજી બારેક જાતિઓમાંથી પણ સીડલેસ દ્રાક્ષ બનાવવામાં આવે છે. સીડલેસ દ્રાક્ષમાં બીજ નીકળી જતાં તેના અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મોમાં ઘટાડો થઈ જાય છે.
સૂકી દ્રાક્ષ: સૂકવેલી દ્રાક્ષ જેને આપણે સામાન્યરૂપે કિશમિશ તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ અનેક વ્યંજનોમાં થતો હોય છે. સૂકા મેવા, ડેઝર્ટ, સવારમાં સિરિયલની સાથે સૂકી દ્રાક્ષ લેવી ખૂબ લોકપ્રિય છે. સૂકી દ્રાક્ષનાં અનેક નામ જેવાં કે રેઈઝિન, કરંટ અને સુલ્તાના તેના વિવિધ સ્ત્રોતો સૂચવે છે. સુલ્તાના શબ્દનો ઉદ્્્ભવ તુર્કીમાંથી થયેલો છે. રેઈઝિન શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષામાંથી થયેલી છે. કરંટ ફ્રાન્સની જ એક દ્રાક્ષની જાતિ કોરીન્થમાંથી અપભ્રંશ થયેલો શબ્દ છે. સૂકી દ્રાક્ષમાં લીલી દ્રાક્ષના પાણી સિવાયના બધા જ ગુણધર્મો સચવાઈ જતા હોય છે. સ્વાદની સાથે તે શરીરને પોષકતત્ત્વો પહોંચાડવામાં ઉપયોગી થાય છે.
દ્રાક્ષનો રસ: દ્રાક્ષનો રસ એક સ્વાદિષ્ટ પીણું છે. અલબત્ત તે ઓરેન્જ જ્યુસ જેટલું પ્રચલિત નથી, પરંતુ વિશ્વના વિભિન્ન પ્રદેશોમાં તેનું ઉત્પાદન થાય છે. દ્રાક્ષના રસને તાજા રસ તરીકે અથવા ડબ્બામાં પ્રિઝર્વ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદમાં પણ દ્રાક્ષનો રસ જેને દ્રાક્ષાસાવ કહેવામાં આવે છે તેના ઔષધિય ગુણો દર્શાવવામાં આવ્યા છે.
દ્રાક્ષ વિશ્વમાં ઉત્પાદન કરવામાં આવતાં મુખ્ય ફળોમાંનું એક છે. તાજી દ્રાક્ષ અને સૂકવેલ દ્રાક્ષનો ખાવામાં ઉપયોગ ખૂબ લોકપ્રિય છે. દ્રાક્ષમાંથી બનાવવામાં આવતો રસ અને વાઈન દુનિયાનાં સૌથી લોકપ્રિય પીણાઓમાં ગણવામાં આવે છે.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ahmedabad
380061
